HomeMorbiશનાળા રોડ પરથી વિદેશી દારૂ સાથે એક ઈસમને પોલીસે પકડી પાડ્યો
શનાળા રોડ પરથી વિદેશી દારૂ સાથે એક ઈસમને પોલીસે પકડી પાડ્યો
મોરબીમાં પ્રોહીબીશન કાયદાનો કડક અમલ કરતા પોલીસ દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. શનાળા રોડ પર પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં દેખાતા એક ઈસમને અટકાવી તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂ તથા બાઈક સાથે કુલ ₹21,107નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શનાળા રોડ પર એ.બી.સી. પાન સામે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિંમત રૂપિયા ૧૧૦૭ તથા એક બાઈક રજીસ્ટર નંબર -જીજે-૩૬-પી-૭૯૯૭ જેની કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા 21,107 રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી કૈલાસભાઈ ભુરજીભાઈ પરમાર મોરબી વાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.