HomeMorbiહળવદમાં બલેનો કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: 300 લીટર દેશી દારૂ સાથે એક...
હળવદમાં બલેનો કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: 300 લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયો
હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં પોલીસને મોટી સફળતા મળી છે. બાતમીના આધારે કરાયેલા ઓપરેશનમાં બલેનો કારમાંથી 300 લીટર દેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે બીજા એક આરોપીનું નામ પણ સામે આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં વોચમાં રહી એક સિલ્વર કલરની બલેનો કાર રજીસ્ટર નંબર GJ-36-AP- 6748 વાળીમાંથી પ્લાસ્ટીકના બાચકાઓમાં ભરેલ દેશી દારૂ ૩૦૦ લીટર જેની કુલ કિ.રૂ ૬૦,૦૦૦/- નો મુદામાલ તેમજ બલેનો કારની કિ.રૂ ૪,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૪.૬૦,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમ ઇલેશ શંભુભાઇ ડાભી રહે ગામ સુંદરગઢ તા.હળવદવાળાને પકડી પુછપરછ કરતા અન્ય એક શખ્સનુ નામ ખુલતા આરોપી મીતુલ મુકેશભાઈ દેકાવાડીયા રહે. ભવાનીગઢ ગામ જી. સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ તથા કાર ચાલક તથા દેશી દારૂનો જથ્થો આપનાર તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.