HomeMorbiમોરબીમાં જૂની અદાવતનો ખાર: યુવાન પર પાંચ શખ્સોનો છરીથી જીવલેણ હુમલો

મોરબીમાં જૂની અદાવતનો ખાર: યુવાન પર પાંચ શખ્સોનો છરીથી જીવલેણ હુમલો

મોરબી શહેરમાં જૂની અદાવતનો મામલો ફરી એકવાર હિંસક સ્વરૂપ ધારણ કરતા એક યુવાન પર પાંચ શખ્સોએ છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ મિલન પાર્ક શેરી નંબર -૦૩મા રહેતા શાહરૂખ આરીફભાઈ પરમાર (ઉ.વ.૩૩) એ આરોપી સિકંદર ઉર્ફે સિક્લો, સમિર રાઉમા, જુનેદ ઉર્ફે લાલો, જુબેર ઉર્ફે બબુડો, અકરમ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીને આરોપી જુનેદ અને જુબેર સાથે જુની અદાવત હોય જેનું મનદુઃખ રાખી આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમારી છરી વડે ફરિયાદી પર હુમલો કરી ઇજા પહોંચાડી હોય તેમજ ફરીયાદીને આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular