HomeMorbiવાંકાનેરમાં શિક્ષિકા પર ધમકીનો કિસ્સો: ફોન પર પરિવાર સહિતને જાનથી મારી નાખવાની...

વાંકાનેરમાં શિક્ષિકા પર ધમકીનો કિસ્સો: ફોન પર પરિવાર સહિતને જાનથી મારી નાખવાની ધમકી, બે સામે ફરિયાદ

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતી એક મહિલા શિક્ષિકાને ફોન પર જાનથી મારી નાખવાની ગંભીર ધમકી મળતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ શિક્ષિકાને વાતચીત કરવા દબાણ કરતા ના પાડતા પરિવાર સહિત જીવથી મારી નાખવાની ધમકી આપતા મામલો તંગ બન્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમા માહાદેવનગરમા રહેતા અને અમરસિંહજી હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હીનાબેન મોહનભાઈ રોજાસરા (ઉ.વ.૩૨) એ આરોપી પ્રદિપ ધાંધલ રહે. મેસરીયા ગામ તા.વાંકાનેર તથા ગભરૂભાઈ ખાચર રહે. ગામ અજમેર જી. રાજકોટવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી પ્રદિપ ફરીયાદી પાસે રૂબરૂ આવી આરોપી ગભરૂભાઈને ફોન કરી ફરીયાદિને આરોપી ગભરૂભાઈ સાથે ફોનમાં વાતચીત કરવાનું કહેતા ફરીયાદિએ વાતચી કરવાની ના પાડતા આરોપીઓએ ફરીયાદિને તથા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular