HomeMorbiમોરબીમાં ફરી બાઈક ચોરી: સામાકાંઠેથી સ્પ્લેન્ડર પ્લસ ગાયબ
મોરબીમાં ફરી બાઈક ચોરી: સામાકાંઠેથી સ્પ્લેન્ડર પ્લસ ગાયબ
મોરબી શહેરમાં બાઈક ચોરીના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સામાકાંઠા વિસ્તારમાંથી એક હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ અજાણ્યા ચોર દ્વારા ચોરી કરી લેવામાં આવતા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ રહે મોરબી શહેરમાં આવેલ શિવમ હોસ્પિટલ પાછળ ભક્તિનગર સોસાયટી શેરી નંબર -૦૧અને હાલ માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામે રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ મુચ્છડીયા (ઉ.વ.૩૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સિટી બિ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિનું હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં.GJ-36-C-2693વાળુ જેની કિ.રૂ.૧૫,૦૦૦/- વાળુ કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.