HomeMorbiમાળીયામાં નજીવી બાબતે હિંસક ઝપાઝપી: યુવક પર છરીથી હુમલો

માળીયામાં નજીવી બાબતે હિંસક ઝપાઝપી: યુવક પર છરીથી હુમલો

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામ તરફ જવાના રસ્તે બાબતે ઉગ્ર રૂપ ધારણ કરતાં ચાર શખ્સોએ એક યુવક પર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ઘટનાને પગલે પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા મહેબુબભાઈ મુસાભાઈ કાજેડીયા (ઉ.વ.૩૭) એ આરોપી મોસીન નુરાલી મોવર, ફારૂક નુરાલી મોવર, વલીમહમદ નુરાલી મોવર રહે. ત્રણેય માળિયા ત્રણ રસ્તા પાસે માળિયા મીયાણા તથા એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અરણીટીંબા ટોલ નાકા પાસે ભાડે દુકાન રાખી ફરીયાદી ઈંડા અને મુરધીની દુકાન ચલાવતા હોય અને આરોપીઓને આ ગમતુ ન હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી ગાળા ગાળી જપા જપી કરી ફરીયાદીને છરી વડે ઈજા પહોંચાડી ધોકા વતી મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular