HomeMorbiમોરબી મનપા ચૂંટણીમાં કોંગ્રેસનો ધમાકો: વધુ 11 ઉમેદવારોની જાહેરાત, કુલ આંક 23...

મોરબી મનપા ચૂંટણીમાં કોંગ્રેસનો ધમાકો: વધુ 11 ઉમેદવારોની જાહેરાત, કુલ આંક 23 પર પહોંચ્યો!

મોરબી મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. વિવિધ પક્ષો ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત છે ત્યારે કોંગ્રેસ પક્ષે પોતાની તૈયારીઓને વધુ ગતિ આપી છે.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી મહાનગરપાલિકાના અલગ-અલગ વોર્ડ માટે વધુ 11 ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાં કોંગ્રેસ દ્વારા 12 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા, જેના પગલે હવે કુલ જાહેર કરાયેલા ઉમેદવારોની સંખ્યા 23 પર પહોંચી ગઈ છે.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં જાહેર કરાયેલા તમામ 23 ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.

વોર્ડ નં. 1: કૈલાશબેન સાકાભાઈ વેરાણા, દિનેશભાઈ કલાભાઈ શેરસિયા (કાકુભાઈ)

વોર્ડ નં. 2: જુમાભાઈ સુમરા

વોર્ડ નં. 3: ડો. પ્રવિણકુમાર મનસુખભાઈ વઘાસિયા

વોર્ડ નં. 5: પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજા, અમિતભાઈ મનુભાઈ ભોજવિયા, વિજયાબેન અમરશીભાઈ મકવાણા

વોર્ડ નં. 6: દમયંતિબેન નિરંજની, કલ્પેશભાઈ રાજેશભાઈ સેતા

વોર્ડ નં. 7: ટાંક હિરલબેન તેજશભાઈ

વોર્ડ નં. 8: મીનાક્ષીબેન મનહરભાઈ પટેલ, હાજીભાઈ અકબરભાઈ કોરડીયા, બલવંતભાઈ ચતુરભાઈ ધુમલીયા

વોર્ડ નં. 9: જયેશભાઈ શાંતિલાલ કાલરીયા, જ્યોત્સનાબેન જિતેન્દ્રભાઈ જાલરીયા

વોર્ડ નં. 10: ભાવિનભાઈ વાલમજીભાઈ ફેફર, પરમાર દિપકભાઈ અરજણભાઈ

વોર્ડ નં. 11: વંદનાબેન કરણભાઈ કાસુન્દ્રા

વોર્ડ નં. 12: જગદીશભાઈ રમેશભાઈ સોનાગ્રા

વોર્ડ નં. 13: ટીવિંકલબેન સી. મકવાણા, કંચનબેન રતિલાલ જાદવ, વિનોદભાઈ નકુમ, ઈમરાનભાઈ સોલંકી.

RELATED ARTICLES

Most Popular