HomeMorbiરંગપર ગામે દારૂ પર પોલીસનો છાપો: વોકરામાંથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે, આરોપી...
રંગપર ગામે દારૂ પર પોલીસનો છાપો: વોકરામાંથી વિદેશી દારૂનો જથ્થો કબ્જે, આરોપી ફરાર
મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામે દારૂના ગેરકાયદેસર જથ્થા પર દરોડો પાડી ૫૫ બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો. જોકે, સ્થળ પરથી આરોપી ફરાર થઈ જતાં પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના રંગપર ગામે રહેતા આરોપી જયેશભાઈ ઉર્ફે જય દિનેશભાઈ જંજવાડીયા એ વેચાણ કરવાના ઈરાદાથી પોતાના મકાનની પાછળ વોકરમા રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૫૫ કિંમત રૂપિયા ૧૫,૯૪૫ નો મુદામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.