HomeMorbiહળવદના દિઘડીયા ગામ નજીક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ પકડાયો
હળવદના દિઘડીયા ગામ નજીક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ પકડાયો
Advertisement
Advertisement
હળવદના દિઘડીયા ગામ પાસેથી ઇક્કો સ્પોર્ટ્સ કારમાંથી કિ.રૂ ૨,૫૬, ૮૦૦/- નો વિદેશી દારૂ તથા કાર કિંમત મળી કુલ કિ.રૂ ૫,૫૬,૮૦૦ /- નો મુદામાલ સાથે એક ઇસમને હળવદ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના દિધડીયા ગામ પાસે રોડ ઉપરથી એક સફેદ કલરની ઇક્કો સ્પોર્ટ્સ કાર રજીસ્ટર નં GJ-36- F-9267 વાળીમાંથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૨૮૮ જેની કુલ કિ.રૂ ૨,૫૬,૮૦૦/- તથા કારની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૫૬,૮૦૦/- નો મુદામાલ સાથે એક ઇસમ જયરાજભાઈ દિલુભાઈ ઉર્ફે દિલીપભાઈ બોરીચા રહે ગામ કળમાદ તા.મુળી જી.સુરેન્દ્રનગરવાળાને પકડી આરોપી વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Advertisement
Advertisement