HomeMorbiવાંકાનેર તાલુકા શાળાના પાર્કિંગમાંથી બાઈક ચોરી

વાંકાનેર તાલુકા શાળાના પાર્કિંગમાંથી બાઈક ચોરી

વાંકાનેર તાલુકાના કોઠી ગામના વેપારીની બાઈક દિવસદાઢે ચોરી જતા વિસ્તારમા ચકચાર મચી છે. તાલુકા શાળાના પાર્કિંગમાં મુકેલ હીરો હોન્ડા ડ્રીમ યુગા બાઈક અજાણ્યા શખ્સ દ્વારા તફડાવી લેવાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા અને વેપાર કરતાં જફરૂદિન અલિભાઈ શેરસીયા (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકા શાળાના પાર્કિંગમા પાર્ક કરેલ પોતાનું હિરો હોન્ડા ડ્રીમ યુગા મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એફ.એલ-૧૩૫૯ વાળુ જેની કિંમત રૂપિયા ૨૫,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular