Monday, April 20, 2026
HomeMorbiવાંકાનેરમાં વિસ્ફોટક કૌભાંડનો પર્દાફાશ: ગેરકાયદે બ્લાસ્ટની તૈયારી કરતી ટોળકી ઝડપાઈ, 12 સામે...

વાંકાનેરમાં વિસ્ફોટક કૌભાંડનો પર્દાફાશ: ગેરકાયદે બ્લાસ્ટની તૈયારી કરતી ટોળકી ઝડપાઈ, 12 સામે ગુનો

Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં મોરબી SOG ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર રીતે બ્લાસ્ટ કરવાની તૈયારી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળતાં જ સતાપરથી અદેપર જતાં રસ્તા પર આવેલી રામાપીરની ટેકરી પાસે દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં સરકારી ખરાબાની જમીનમાં કોઈપણ પરવાનગી વગર વિસ્ફોટક સામગ્રી એકઠી કરવામાં આવી રહી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ સતાપરથી અદેપર જવાના રસ્તા પર આવેલી રામાપીરની ટેકરી પાસે, સરકારી ખરાબાની જમીનમાં કોઈ પણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસર બ્લાસ્ટ કરવાની પેરવી ચાલી રહી હતી. આરોપીઓએ વહીવટી તંત્રની પરવાનગી લીધા વિના ‘સોલર ઇકો પ્રાઇમેક્સ સ્લરી એક્સપ્લોઝિવ’ (SOLAR ECO PRIMEX SLURRY EXPLOSIVES) અને ઇલેક્ટ્રોનિક ડિટોનેટર જેવા જોખમી પદાર્થોનો જથ્થો એકઠો કર્યો હતો.

પોલીસ દરોડા દરમિયાન જીલેટીન સ્ટીક નંગ – ૪૭૫ કિંમત અંદાજે રૂ. ૧,૦૫, ૪૫૦, ઇલેક્ટ્રોનિક ડિટોનેટર .ટી.એચ. વાયર નંગ -૭૫ કિંમત રૂપિયા ૩૭૫૦ તથા ટી.એલ.ડી. વાયર નંગ -૮૮૮૮ કિંમત રૂપિયા ૪૪૦૦ તથા બોલેરો ગાડી (નંબર GJ 03 BY 9933) કિંમત રૂપિયા,૨,૦૦,૦૦૦ અન્ય: પાવડા, પ્લાસ્ટિક કોથળીઓ અને મોબાઈલ ફોન. કુલ કિંમત રૂપિયા ૩,૧૮,૭૫૦ ના મુદ્દામાલ સાથે આરોપી રમેશભાઈ ગોરધનદાસ ખોજીરાજી રહે. આજીવસહાત ખોડીયારનગર રાજકોટવાળાને પકડી પાડ્યો છે.

તેમજ આ વિસ્તારમાં માલધારીઓ અને વટેમાર્ગુઓની અવરજવર સતત રહેતી હોય છે. કોઈપણ સુરક્ષાના સાધનો કે મંજૂરી વગર જો અહીં બ્લાસ્ટ કરવામાં આવ્યો હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત. આરોપીઓએ પોતાના આર્થિક ફાયદા માટે નિર્દોષ લોકો અને પશુઓના જીવ જોખમમાં મૂક્યા હતા. ૧૨ શખ્સો ચોથાભાઈ વાલાભાઈ ગોરીયા તથા સામાભાઈ રહે. બંને સતાપર ગામ વાંકાનેર, તથા અજાણ્યો શખ્સ, બોલેરો ગાડીનો ચાલક અને અજાણ્યા સાત ઈસમો વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૮, ૧૧૦ તથા એક્સપ્લોઝિવ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી, મુખ્ય આરોપીની અટકાયત કરી છે અને ફરાર અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular