HomeMorbiમોરબીમાં દારૂ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી તેજ: બે મકાનમાંથી 231 બોટલો સાથે બે...
મોરબીમાં દારૂ વિરુદ્ધ પોલીસની કાર્યવાહી તેજ: બે મકાનમાંથી 231 બોટલો સાથે બે ઝડપાયા
Advertisement
Advertisement
મોરબી શહેરમાં દારૂના ગેરકાયદેસર વેપાર પર પોલીસએ સખત કાર્યવાહી હાથ ધરી છે. સામાકાંઠા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કરાયેલી રેઇડ દરમિયાન રહેણાંક મકાનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ જપ્ત કરીને બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેનાથી શહેરમાં ખળભળાટ મચ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી બિ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારીમા આરોપીએ વેચાણ કરવાના ઈરાદાથી વિદેશી દારૂ રહેણાંક મકાનમાં રાખેલ જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પવો રઘાભાઈ સનુરાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-48 કિંમત રૂપિયા 16320 તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિંમત રૂપિયા 5000 મળી કુલ કિંમત રૂપિયા 21320 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી રેઇડ દરમિયાન મોરબીના શોભેશ્વર રોડ પર શાંતિવન સોસાયટીમા રહેતા આરોપી સંજયભાઈ હેમંતભાઈ ખમાણી કબજા ભોગવટવાળા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૮૩ કિંમત રૂપિયા ૧૪૬૪૦ નાં મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement