HomeMorbiમાળિયાના મોટાભેલામાં હૃદયદ્રાવક ઘટના : કામધંધા બાબતે ઠપકો આપતા પુત્રએ પિતાને કુહાડીથી...

માળિયાના મોટાભેલામાં હૃદયદ્રાવક ઘટના : કામધંધા બાબતે ઠપકો આપતા પુત્રએ પિતાને કુહાડીથી મોતને ઘાટ ઉતાર્યા

માળિયા (મિયાણા) તાલુકાના મોટાભેલા ગામમાં માનવતા શરમાવે તેવી ઘટના સામે આવી છે. કામધંધા બાબતે ઠપકો આપતા વૃદ્ધ પિતા પર પુત્રએ કુહાડી વડે હિંસક હુમલો કરતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને પગમાં ગંભીર ઘા લાગતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને માળિયા મીયાણા પોલીસએ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે રહેતા રહેતા ભરતભાઈ ઉર્ફે ભટ્ટી જીવણભાઈ સોમાણીએ આરોપી પ્રવિણભાઇ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણી વિરુદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જીવણભાઈ સોમાણી આરોપીના પિતા થતા હોય જેથી આરોપીને કામ ધંધા બાબતે ઠપકો આપતા આરોપી તથા જીવણભાઈ વચ્ચે બોલાચાલી થતા આરોપીને સારૂ ન લાગતા આરોપીએ તેનો ખાર રાખી કુહાડી વતી જીવણભાઈ ઉવ.૮૫ વાળાને બન્ને પગમાં કાંડા પાસે ઘા મારી ગંભીર ઈજાઓ કરી હત્યા (ખુન) હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular