HomeMorbiમાળીયા તાલુકાના મોટાભેલા ગામે પિતાની હત્યા કરનાર પુત્રને પોલીસે દબોચી લીધો

માળીયા તાલુકાના મોટાભેલા ગામે પિતાની હત્યા કરનાર પુત્રને પોલીસે દબોચી લીધો

મળતી માહિતી મુજબ માળીયા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટાભેલા ગામે ગઈ તા. તા.૦૭ એપ્રિલના રાતના સાડા આઠેક વાગ્યાના સુમારે જીવણભાઈ વાઘાભાઈ સોમાણી (ઉવ.૮૫) રહે-મોટાભેલા ગામ વાળાએ પોતાના દીકરા પ્રવિણ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણી રહે.મોટાભેલા તા.માળીયા મીયાણા જિ.મોરબી વાળાને ધંધા બાબતે ઠપકો આપતા જે બાબતનો ખાર રાખી આરોપી પ્રવિણ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણીએ પોતાના પિતા જીવણભાઈ વાઘાભાઈ સોમાણીના પગમાં કુહાડી વડે કાંડા પાસે ઘા મારી ગંભીર ઈજાઓ કરતા મરણજતા માળીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૦૩(૧) તથા જી.પી. એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ જે તપાસ પોલીસ ઇન્સ્પેકટર માળીયા (મી)નાઓ સંભાળતા હોય જેઓએ આ ગુનાના આરોપીને સત્વરે શોધી કાઢવા તાબાના સ્ટાફને સુચનાઓ આપતા, ખૂનના ગુનાનો આરોપી પ્રવિણભાઈ ઉર્ફે પવો જીવણભાઈ સોમાણીને ગણતરીના કલાકોમા પકડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular