HomeMorbi“મોરબીમાં પ્રોહીબીશનનો ભંગ: પંચાસર રોડ પરથી 18 ચપલા વિદેશી દારૂ સાથે એક...
“મોરબીમાં પ્રોહીબીશનનો ભંગ: પંચાસર રોડ પરથી 18 ચપલા વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, બે ફરાર”
Advertisement
Advertisement
મોરબી શહેરમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાઈ ગયો છે, જ્યારે તેના બે સાગરીતો ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના પંચાસર રોડ પર ખ્વાજા પેલેસ પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂના ચપલા નંગ -૧૮ કિંમત રૂપિયા ૨૧૬૦ તથા મોબાઇલ ફોન મળી કુલ કિંમત રૂપિયા ૧૨૧૬૦ના મુદામાલ સાથે આરોપી પીયુષ નવઘણભાઈ ખીંટ રહે. વાવડી રોડ ભગવતીપરા પાસે મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય બે શખ્સો અફજલ અજીતભાઈ ચૌહાણ રહે. લાતી પ્લોટ શેરી નં-૦૮ મોરબી તથા ઝુબેરભાઈ ઉર્ફે બબુડો મહેબુબભાઈ માયક રહે. પંચાસર રોડ મોરબીવાળાનુ નામ ખુલતા ત્રણેય ઈસમો વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement