Sunday, April 19, 2026
HomeMorbiમોરબીમાં પ્રોહિબીશન કેસમાં કડક કાર્યવાહી: બે આરોપી પાસા હેઠળ જેલભેગા

મોરબીમાં પ્રોહિબીશન કેસમાં કડક કાર્યવાહી: બે આરોપી પાસા હેઠળ જેલભેગા

Advertisement
Advertisement

મોરબી શહેરમાં પ્રોહિબીશનના ગુનાઓ સામે પોલીસે વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓના આધારે સંડોવાયેલા બે ઇસમો સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ સદર ગુનામાં સંડોવાયેલ આરોપી રાજુભાઇ પરબત ભાઇ મોરી (ઉ.વ. ૨૪) તથા કમલેશ ઉર્ફે રાણો ડાયાભાઈ ઉલવા (ઉ.વ.૩૪) રહેવાાસી બંન્ને મોખાણા તા.ભાણવડ જી.દેવભૂમિ દ્વારકાવાળાઓના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની ટીમ બનાવી આ બંન્ને સામાવાળાઓને આજે પાસા એકટ તળે, ડીટેઇન કરી રાજુભાઇ પરબતભાઇ મોરી રહે. મોખાણા તા.ભાણવડ જી.દેવભુમિ દ્વારકાવાળાને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત તથા કમલેશ ઉર્ફે રાણો ડાયાભાઈ ઉલવા રહે. મોખાણા તા.ભાણવડ જી.દેવભુમિ દ્વારકાવાળાને મધ્યસ્થ જેલ, વડોદરા જેલ ખાતે મોકલી આપેલ છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular