HomeMorbiલાલપર પાસે દારૂબંધીનો ભંગ: 15 વિદેશી દારૂની બોટલો સાથે યુવક ઝડપાયો

લાલપર પાસે દારૂબંધીનો ભંગ: 15 વિદેશી દારૂની બોટલો સાથે યુવક ઝડપાયો

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ શખ્સ પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે તેને ઝડપ્યો છે. કુલ રૂપિયા 12,078ના મુદામાલ સાથે આરોપીને કાબૂમાં લઈ પ્રોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના લાલપર ગામની સીમમાં સ્ટાફને એક શખ્સ શંકાસ્પદ જણાતા આરોપીની તલાસી લેતાં આરોપી પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૫ કિં રૂ‌. ૧૨૦૭૮ નાં મુદામાલ સાથે આરોપી ચિરાગ રમેશભાઈ દલવાડી રહે. ગામ રવાપર મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular