HomeMorbiજૂની અદાવતમા હળવદના જુના વેગડવાવમાં યુવાન અને તેના મિત્ર પર પાઈપ-સળિયા સાથે...
જૂની અદાવતમા હળવદના જુના વેગડવાવમાં યુવાન અને તેના મિત્ર પર પાઈપ-સળિયા સાથે હુમલો
હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે જૂની રંજિશને કારણે વાત હિંસામાં ફેરવાઈ ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. બે શખ્સોએ યુવક અને તેના મિત્ર પર લોખંડના પાઈપ અને સળિયા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિસ્તારમાં ચકચાર મચી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે રહેતા અને ખેતી કરતા મેરૂભાઈ કેશાભાઈ જખવાડીયા (ઉં.વ.૩૨) એ આરોપી તેમના જ ગામના રામજીભાઈ ચતુરભાઈ સુરેલા તથા વિષ્ણુભાઈ રામજીભાઈ સુરેલા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ અગાઉ ફરીયાદ કરેલ હોય જેનું મનદુખ રાખી ફરીયાદી તથા સાથી બેસેલ હોય ત્યાં આરોપીઓ પોતાના હાથમા પાઈપ તેમજ સણાથી લઈ આવી ફરીયાદીને જેમતેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.