HomeMorbiટંકારા નગરપાલિકા વોડ નંબર-૧, માં ભાજપે પત્રકાર જયેશ ભટાસણાને ઉમેદવાર બનાવ્યા
ટંકારા નગરપાલિકા વોડ નંબર-૧, માં ભાજપે પત્રકાર જયેશ ભટાસણાને ઉમેદવાર બનાવ્યા
Advertisement
Advertisement
ટંકારા: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ટંકારા નગરપાલિકાના વોડ નંબર-૧, ક્રમ નંબર-૪માંથી પ્રખ્યાત પત્રકાર અને સામાજિક કાર્યકર જયેશ ભટાસણાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આજે બપોરે વિજય મુહૂર્તમાં ટંકારા નગરપાલિકા ખાતે લતીપર ચોકડીથી મોટી સંખ્યામાં રૈલી યોજી ઉમેદવારી નોંધાવવામાં આવી. આ પ્રસંગે માનનીય ધારાસભ્ય દુલભજી દેથરીયા સંગઠનના પ્રમુખ દિનેશભાઈ ગડારા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, મહેશભાઈ લિખિયા, જયશ્રીબેન સિણોજીયા, સોનલબેન બારૈયા, ભાવેશ કાનાણી, મયુર બાવરવા, ફિરોઝ અપને, જાવિદ માડકીયા, સહિત સંગઠનના અનેક હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને શહેરના મોટી સંખ્યામાં નગરજનો સાથે તમામ વોડના 24 ઉમેદવારો તથા ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતા.
જયેશ ભટાસણાએ ઉમેદવારી નોંધાવતી વખતે જણાવ્યું કે, “હું વર્ષોથી પત્રકાર તરીકે નિષ્પક્ષ રહીને પ્રજાજનોની વેદનાઓ અને સમસ્યાઓને વાચા આપતો આવ્યો છું. આજે ભારતીય જનતા પાર્ટીએ મને આ સન્માન આપ્યું છે. હું પક્ષ વિપક્ષ ભૂલીને તમામ વંચિત, શોષિત અને નાના-ગરીબ જરૂરિયાતમંદની સેવા કરવા માટે આ મેદાનમાં આવ્યો છું. માટે આયોજન કરીને કામ કરવાનુ છે, આંદોલન નહીં.”તેમણે વધુમાં કહ્યું કે, ટંકારા તાલુકાના અનેક પ્રાણ પ્રશ્નો જેમ કે એમ્બ્યુલન્સ, આરોગ્ય રથ, બસ સ્ટેન્ડમાં બસ, જંગલ જેવા રસ્તાનું નવિનિકરણ, સૌની યોજનાનું પાણી, એસબીઆઈ બેંકમાં કેસ ડિપોઝિટ મશીન, ફાયર બ્રિગેડ માટે જગ્યા અને સાધનો જેવા અનેક મુદ્દાઓને અખબારી આલમમાં લાવીને સરકાર સુધી પહોંચાડ્યા છે. ત્યારે ધારાસભ્ય એ પણ અહેવાલ પગલે ઘટતુ કરવા ખુબ કવાયત કરી છે તો હવે હું પણ પ્રજાના પ્રશ્નોને આયોજનપૂર્વક ઉકેલવા માટે પ્રતિબદ્ધ છું.”જયેશ ભટાસણાએ તમામ ટંકારા તાલુકાવાસીઓને અપીલ કરી કે, “પક્ષ વિપક્ષ ભૂલીને એક સચ્ચો અને અચ્છો નોકર તરીકે ભાજપના તમામ વિસ્તારના ઉમેદવારોને વિશ્વાસ મત આપી સેવા કરવાની તક આપે. હું ૨૦૦૭થી આંદોલન કરતો આવ્યો છું, હવે આયોજન કરીને કામ કરીને બતાવીશ કે ખરો સેવક કેવો હોય છે.”
Advertisement
Advertisement