Sunday, April 19, 2026
HomeMorbiવાંકાનેરમાં IPL સટ્ટાબાજીનો પર્દાફાશ: મોબાઈલ દુકાનમાંથી ચાલતું નેટવર્ક, સંચાલક ઝડપાયો

વાંકાનેરમાં IPL સટ્ટાબાજીનો પર્દાફાશ: મોબાઈલ દુકાનમાંથી ચાલતું નેટવર્ક, સંચાલક ઝડપાયો

Advertisement
Advertisement

આઈપીએલ સીઝન શરૂ થતાં જ સટ્ટાબાજો સક્રિય બન્યા છે, ત્યારે વાંકાનેર પોલીસે ચુસ્ત કાર્યવાહી કરી પ્રતાપ રોડ પર આવેલી મોબાઈલ દુકાનમાં દરોડો પાડી સટ્ટાનું નેટવર્ક બહાર લાવ્યું છે. પોલીસે મુખ્ય સંચાલકને ઝડપી પાડી આગળની તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન વાંકાનેરના પ્રતાપ રોડ પર આવેલી એક જનતા મોબાઈલની દુકાનમાં દરોડો પાડતા ટાટા આઇપીએલ ટી-૨૦ મા સન રાયજર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ ટીમો વચ્ચે ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચમાં જ હારજીત તથા રનફેર ઉપર જુગાર રમતા હારજીતનો જુગાર ના સોદા અજાણ્યા શખ્સને ફોન પર લખાવી રમતો અને રમાડતો આરોપી સમીર યુનુસભાઈ ગોરી (ઉ.વ.૩૯) રહે. બંધુ સમાજ હોસ્પિટલ સામે પ્રતાપ રોડ વાંકાનેરવાળાને રોકડ ૧૨૨૦ તથા મોબાઇલ ફોન -૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૬૨૨૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ હોવાનું સામે આવતા અજાણ્યા શખ્સ સહિત બે ઈસમો વિરૂદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular