Sunday, April 19, 2026
HomeMorbiવાંકાનેરમાં ફિલ્મી સ્ટાઈલમાં દારૂ કાંડ: ક્રેટા કારથી પોલીસને ચકમો આપી બુટલેગર ફરાર

વાંકાનેરમાં ફિલ્મી સ્ટાઈલમાં દારૂ કાંડ: ક્રેટા કારથી પોલીસને ચકમો આપી બુટલેગર ફરાર

Advertisement
Advertisement

વાંકાનેરમાં દારૂની હેરાફેરીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પોલીસે રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે ક્રેટા કારને બેફામ દોડાવી નાસવાનો પ્રયાસ કર્યો, જેમાં એક બાઈકને અડફેટે લીધા બાદ દારૂનો જથ્થો મૂકી ફરાર થઈ ગયો.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય છે તે દરમિયાન વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે હુન્ડાઇ કંપનીની સફેદ કલરની ક્રેટા ગાડી રજીસ્ટર નં-GJ-36-AP-9297નો ચાલક પોતાના કબજાવાળી ગાડીમા ગેર કાયદેસર ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી રોકવાનો પ્રયતન કરતા પોતાની ક્રેટા ગાડી પુર ઝડપે બેફીકરાયથી હંકારી મોટરસાયકલ રજીસ્ટર નં-GJ-36- K-9423 વાળાને નુકશાન પહોચાડી નાશી જઈ રાણેકપર ગામ સહકારી મંડળી સામે ખુલા પ્લોટમા ટ્રેકટરની ટ્રોલીમા પ્રોહી ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂના નાના ચપલા નંગ-૧૮૧૪ તથા બીયર ટીન નંગ-૬૧ મળી કુલ કિ.રૂ.૪,૮૫,૦૬૦/-નો મુદામાલ ઝડપી પાડી કાર ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular