HomeMorbiવાંકાનેરમાં વૃદ્ધ સાથે ધક્કામુક્કી કરી જાનથી મારી નાખવાની ધમકી; ત્રણ શખ્સો સામે...

વાંકાનેરમાં વૃદ્ધ સાથે ધક્કામુક્કી કરી જાનથી મારી નાખવાની ધમકી; ત્રણ શખ્સો સામે ફરિયાદ

વાંકાનેર શહેરના પરશુરામ પોટરી વિસ્તારમાં નજીવી બાબતે વૃદ્ધ સાથે ધક્કામુક્કી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવે ચકચાર મચી છે. આ મામલે ત્રણ શખ્સો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ પરશુરામ પોટરીના ખુણાઆ પાસે રહેતા મનજીભાઈ છનાભાઈ સોલંકી (ઉ.વ.૭૪) એ નિલેશભાઈ મુકેશભાઈ ગગુડીયા, સાહિલભાઈ મુકેશભાઈ ગગુડીયા, દિવ્યેશભાઈ મુકેશભાઈ ગગુડીયા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ અંદોર અંદર માથાકુટ કરતા હોય જેથી ફરીયાદીને એવુ લાગેલ કે, પોતાનો પૌત્ર દિલીપ માથાકુટ થાય છે. ત્યા જોવા ગયો હશે જેથી પોતે દિલીપને બોલવવા જતા ત્રણેય આરોપીઓએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને છાતીમાં ધક્કો મારી નીચે પાડી દઈ છાતીના ભાગે મુઢ ઈજા પહોંચાડી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular