HomeMorbiમોરબીની પંચાસર ચોકડી પાસે મળી આવેલ અજાણ્યો બાળક હોસ્પિટલમાં દાખલ, ઓળખ માટે...

મોરબીની પંચાસર ચોકડી પાસે મળી આવેલ અજાણ્યો બાળક હોસ્પિટલમાં દાખલ, ઓળખ માટે અપીલ

મોરબી : ગઈ કાલે પંચાસર ચોકડી પાસેથી એક અજાણ્યો બાળકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. બાળકના પગમાં પાટો બાંધેલો છે અને તે સ્પષ્ટ રીતે બોલી શકતો નથી. તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી અને તે વિકલાંગ હોવાનો સંકેત મળે છે.

આ બાળકના વાલી અથવા ઓળખાણ ધરાવતા કોઈ વ્યક્તિએ તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ફોન નંબર 63596 26053 પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે. માનવતાના ધોરણે આ માહિતી વધુમાં વધુ શેર કરવા જનતાને વિનંતી છે, જેથી બાળક પોતાના પરિવાર સુધી પહોંચી શકે.

RELATED ARTICLES

Most Popular