HomeMorbiમોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ પરથી મળી આવેલ બાળકી સ્થાનિકો દ્વારા તેના પરિવારને...
મોરબીમાં ગેસ્ટ હાઉસ રોડ પરથી મળી આવેલ બાળકી સ્થાનિકો દ્વારા તેના પરિવારને પરત સોંપી
મોરબી : શહેરના ગેસ્ટ હાઉસ રોડ પર આવેલ પટેલ ઇલેક્ટ્રોનિક્સની બાજુમાંથી એક નાની બાળકી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. હાલ બાળકી સુરક્ષિત હાલતમાં છે અને સ્થાનિક લોકો દ્વારા તેની સંભાળ લેવામાં આવી હતી. આ બાળકી મોરબી શહેરમાં આવેલ મુનનગરમા રહેતા નેપાળી પરિવારની હોવાનું જાણવા મળતા સ્થાનિકો દ્વારા તેનો સંપર્ક કરી બાળકી પરિવારને પરત સોંપવામાં આવી છે.