HomeMorbiકાયાજી પ્લોટમાં જુગારનો અડ્ડો પકડાયો: પાંચ ઈસમો સાથે રોકડ રકમ જપ્ત
કાયાજી પ્લોટમાં જુગારનો અડ્ડો પકડાયો: પાંચ ઈસમો સાથે રોકડ રકમ જપ્ત
મોરબી શહેરમાં જાહેર સ્થળે ખુલ્લેઆમ જુગાર રમાતો હોવાનો પર્દાફાશ થયો છે. કાયાજી પ્લોટ મેઇન રોડ પર તીનપત્તી રમતા પાંચ ઈસમોને પોલીસે ઝડપી પાડતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના કાયાજી પ્લોટ મેઇન રોડ પર જાહેરમા તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો સુમિતભાઈ ભિખાભાઈ મેવાડા રહે. રાવળ શેરી નવા ડેલા રોડ મોરબી, અર્જુનભાઈ રમેશભાઈ ગોહિલ રહે. ગાયત્રીનગર વાવડી રોડ મોરબી, જયદેવભાઈ સહદેવભાઈ સોલંકી, રહે. બી-૩ પ્રધાનમંત્રી આવાસ યોજના દલવાડી સર્કલ પાસે મોરબી, તોફિકભાઈ યુસુફભાઈ કાસમાણી રહે. રહે. કાલિકા પ્લોટ મોરબી, દશરથભાઈ ચંદુભાઈ કુડેચા રહે. શ્યામ પાર્ક પંચાસર રોડ મોરબીવાળાને રોકડ રૂપિયા ૩૧૫૦ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.