Sunday, April 19, 2026
HomeMorbiવઘાસિયા ટોલનાકા પર બોલેરો ચાલકનો તાંડવ: બૂમ બેરિકેટ તોડી કર્મચારીઓ સાથે મારપીટ

વઘાસિયા ટોલનાકા પર બોલેરો ચાલકનો તાંડવ: બૂમ બેરિકેટ તોડી કર્મચારીઓ સાથે મારપીટ

Advertisement
Advertisement

વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ માંગવાની સામાન્ય બાબત વિવાદમાં ફેરવાઈ ગઈ હતી. બોલેરો ચાલકે ઉશ્કેરાઈ બૂમ બેરિકેટને નુકસાન પહોંચાડ્યું અને કર્મચારી સાથે મારપીટ કરતા સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરમાં મિશરી હોટલ પાછળ રહેતા અને ટોલ પ્લાઝાના મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ એ આરોપી સંજયસિંહ ઝાલા રહે. વઘાસિયા ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી વાહન રજીસ્ટર નંબર જીજે-૧૦-ટીવાય-૦૮૪૭ વાળાના ડ્રાઇવર સંજયસિંહ ઝાલાએ પોતાના હવાલા વાળુ એલ.એમ.વી કોર્મશીયલ વાહન રજીસ્ટર નંબર જીજે-૧૦ -ટીવાય-૦૮૪૭વાળુ વઘાસીયા ટોલપ્લાઝા ખાતે થી ટોલ ભર્યા વગર પસાર કરી ટોલબુથના બુમબેરીકેટને નુકશાન કરી ટોલબુથના કર્મચારી સાથે બોલાચાલી કરી જેમફાવે તેમ ગાળો આપી હાથ વડે ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular