HomeMorbiહદપારીનો હુકમ તોડનાર બુટલેગર પકડાયો: હળવદ હાઈવે પરથી પોલીસનો સપાટો
હદપારીનો હુકમ તોડનાર બુટલેગર પકડાયો: હળવદ હાઈવે પરથી પોલીસનો સપાટો
Advertisement
Advertisement
હળવદ વિસ્તારમાં હદપારીનો ભંગ કરનાર કુખ્યાત બુટલેગર પર પોલીસે કડક કાર્યવાહી કરી છે. અનેક જિલ્લાઓમાંથી હદપાર કરાયેલા આરોપી હાઈવે પર બિન્દાસ્ત ફરી રહ્યો હતો ત્યારે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તેને ઝડપી પાડ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન આરોપી અનિલભાઈ હસુભાઈ ચૌહાણ રહે. ચરાડવા ગામ તા. હળવદવાળો સબ ડીવી. મેજીસ્ટ્રેટ હળવદના હદપારી કેસ નંબર ૧ ૭/૨૦૨૫ તા.૦૫/૦૧/૨૦૨૬ ના હુકમથી મોરબી રાજકોટ શહેર રાજકોટ રૂરલ અમદાવાદ રૂરલ અમદાવાદ શહેર ગાંધીધામ-કચ્છ પાટણ જામનગર જિલ્લાઓમાંથી હુકમ તારીખથી છ માસ માટે હદપાર કરેલ હોવા છતા આરોપીએ કોઇ સક્ષમ અધિકારીની પૂર્વ મંજુરી વગર મોરબી જિલ્લાના હળવદ અમદાવાદ હાઇવે રોડ બાયપાસ ત્રણ રસ્તા પાસેથી મળી આવતા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement