HomeMorbiવાંકાનેરમાં પોલીસનો દરોડો: રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરમાં પોલીસનો દરોડો: રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેર શહેરમાં પ્રોહિબીશન કાયદાનો ભંગ કરતી પ્રવૃત્તિઓ સામે પોલીસ એક્શનમાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ રેલ્વે સ્ટેશન રોડ પર ગેબી પાન પાછળ મિલન પાર્ક સોસાયટીમાં રહેતા આરોપી ક્રિપાલસિંહ બાબુભા જાડેજા એ પોતાના કબ્જા ભોગવટવાળા મકાનમાંથી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૫ તથા ચપલા નંગ -૧૭ મળી કુલ કિંમત રૂપિયા ૧૪,૮૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular