HomeMorbiવોર્ડ 5માં ભાજપનો શક્તિ પ્રદર્શન: સો-ઓરડીમાં કાર્યાલય ઉદ્ઘાટન સાથે વિશાળ જાહેર સભા...

વોર્ડ 5માં ભાજપનો શક્તિ પ્રદર્શન: સો-ઓરડીમાં કાર્યાલય ઉદ્ઘાટન સાથે વિશાળ જાહેર સભા આજે

મોરબીમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચંડ પ્રચાર અને સંગઠન શક્તિનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વોર્ડ નંબર 5માં આજે તા. 18 એપ્રિલ, શનિવારે સાંજે 7 વાગ્યે સો-ઓરડીના લીમડા વાળા ચોક ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન અને વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં પ્રદેશથી લઈને જિલ્લા સ્તરના દિગ્ગજ નેતાઓ એક જ મંચ પર ઉપસ્થિત રહી કાર્યકરો અને જનતાને સંબોધન કરશે, જે ભાજપની મજબૂત તૈયારીનો સ્પષ્ટ સંકેત આપે છે. વોર્ડ નંબર 5 માટે ભાજપ દ્વારા વિકાસને પ્રાથમિકતા આપતા કર્મઠ અને સેવાભાવી ઉમેદવારોની પેનલ મેદાને ઉતારવામાં આવી છે. જેમાં ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા (ક્રમાંક 7), મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ (ક્રમાંક 9), માનુબેન રમેશભાઈ સિયાર (ક્રમાંક 10) અને મેઘરાજસિંહ મહીપતસિંહ ઝાલા (ક્રમાંક 11)નો સમાવેશ થાય છે. ચારેય ઉમેદવારોને જનતા તરફથી મળી રહેલા વ્યાપક સમર્થનને પગલે વોર્ડમાં ભાજપનો વિજય વિશ્વાસ મજબૂત બનતો જણાઈ રહ્યો છે.

કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત અનેક અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્યો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી ભાજપના પક્ષમાં માહોલ બનાવશે. આ ભવ્ય સભા બાદ ઉપસ્થિત તમામ નાગરિકો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

ભાજપ પરિવાર દ્વારા વોર્ડ નંબર 5ની જાગૃત જનતાને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકશાહી પર્વમાં ભાગીદાર બનવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular