HomeMorbiમોરબીના ઘુટુમાં ગાર્ડ પર હુમલો : કંપનીમાં ઘૂસતા અટકાવતા ચાર શખ્સો તૂટી...
મોરબીના ઘુટુમાં ગાર્ડ પર હુમલો : કંપનીમાં ઘૂસતા અટકાવતા ચાર શખ્સો તૂટી પડ્યા
Advertisement
Advertisement
મોરબીના ઘુટુ રોડ પર આવેલી હોલો સેનેટરી કંપનીમાં સુરક્ષા વ્યવસ્થા પર જ સવાલ ઊભો થયો છે. કંપનીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા રોકતા સિક્યુરિટી ગાર્ડ પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગાર્ડને ગંભીર ઈજા પહોંચતાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ જામનગર જિલ્લાના વાગુદળ ગામના વતની અને હાલ જુના ઘુટુ રોડ પર આવેલ હોલો સેનેટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અરવિંદભાઈ નરભેરામભાઈ રામાવત (ઉ.વ. ૪૫) એ આરોપી માનવ કાથરાણી રહે વીશીપરા મોરબી, નવાજ કટીયા રહે. વીશીપરા મોરબી (૩) શેરમામદ કટીયા રહે. વીશીપરા મોરબી, ફૈઝાન મોવર રહે વીશીપરા મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી હોલો સેનેટરી કંપનીના ગેઈટ પર સીક્યુરીટી ગાર્ડ તરીકે પોતાની નોકરી પર હાજર હોય તે દરમ્યાન આરોપી માનવ કંપનીના ગેઈટ પાસે હાજર હોય અને મોટરસાયકલ લઈને અન્ય આરોપીઓ આવી ગેઈટ બંધ હોય જે ટપી (ઠપ્પી) કંપનીના ગ્રાઉન્ડમા પ્રવેશ કરતા ફરીયાદિએ આરોપીઓને પુછ્યા વગર કંપની અંદર જવાની ના પાડતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઈ જઈ આરોપી માનવએ પોતાના ખીસ્સામાથી લાપી ભરવાનુ ધાર વાળુ પતરૂ કાઢી ફરીયાદિના પેટના ભાગે ઘા મારી જીવલેણ ગંભીર ઈજા કરી ઢીકા પાટુનો મુંઢ માર મારી જેમ ફાવે તેમ ગાળો બોલી ફરીયાદિને જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement