HomeMorbiમાળિયા પોલીસનો સપાટો: પશુ આહારની આડમાં ચાલતું દારૂનું સ્મગલિંગ પકડાયું, ૪૦ લાખથી...

માળિયા પોલીસનો સપાટો: પશુ આહારની આડમાં ચાલતું દારૂનું સ્મગલિંગ પકડાયું, ૪૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

માળીયા મીયાણા વિસ્તારમા ટ્રકમા પશુને ખાવાના ભુસાના બાચકાની આડમા સંતાડીને લઈ જતા ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૬૬૭૨ કિ.રૂ.૨૧,૦૭,૨૦૦/- તથા ટ્રક મળી કિ.રૂ.૪૦,૧૬,૨૦૦ ના મુદામાલ સાથે એક ઈસમને માળીયા (મીં) પોલીસે ઝડપી પાડયો છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ માળીયા મીયાણા વિસ્તારમા પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, હળવદ તરફથી એક ટાટા કંપનીનો બંધ બોડીનો ટ્રક નંબર-RJ-36-GA-9858 વાળો ગાંધીધામ કચ્છ તરફ જાય છે. જે ટ્રકમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. તેવી સચોટ બાતમીના આધારે માળીયા મીંયાણા આશીષ હોટલ સામે રોડ ઉપર જરૂરી વોચ ગોઠવી બાતમીવાળો ટ્રક મળી આવતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૬૬૭૨ કિ.રૂ.૨૧,૦૭,૨૦૦/- તથા ટ્રક મળી કિ.રૂ.૪૦,૧૬,૨૦૦ /-ના મુદામાલ સાથે એક ઇસમ દરીયાવસિંહ લખાસિંહ રાવત રહે.બીલીયાવાસ તા.બાર શેખાવાસ જી.બ્યાવર રાજસ્થાનવાળાને પકડી પાડી પ્રોહીબીશન હેઠળ ગુન્હો રજીઊ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular