HomeMorbiસાદુળકા પાસે તસ્કરોનો ત્રાસ : નેલ્સન સર્ફેસ કારખાનામાં 1.75 લાખનો કોપર વાયર...
સાદુળકા પાસે તસ્કરોનો ત્રાસ : નેલ્સન સર્ફેસ કારખાનામાં 1.75 લાખનો કોપર વાયર ચોરી, લાખોની તોડફોડ
Advertisement
Advertisement
મોરબી તાલુકાના સાદુળકા ગામ નજીક તસ્કરો બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. નવા બની રહેલા નેલ્સન સર્ફેસ કારખાનામાં અજાણ્યા શખ્સોએ ઘૂસી ભારે તોડફોડ કરી અને કોપર વાયર ચોરી કરતા ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાઈ છે. બનાવ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના અવનીપાર્ક વિસ્તારમાં રહેતા અને વેપાર કરતાં જયદીપભાઈ ગણેશભાઈ પાંચોટીયા (ઉ.વ.૩૧) એ આરોપી અજાણ્યા ત્રણ થી ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સાદુળકા ગામની સીમમાં ફરીયાદીના નેલ્સન સર્ફેસ નામના નવા બનતા કારખાનામાં અજાણ્યા ત્રણ થી ચાર આરોપીઓે ગેરકાયદેસર રીતે ગુપ્ત અપપ્રવેશ કરી કારખાનામા નવા એ.સી.માટે નાખેલ પી.વી.સી.ના પાઇપ તથા કેબલો તોડી અંદાજે સાડા ત્રણેક લાખની નુકસાની કરી પાઇપ તથા કેબલમાંનો અંદાજે ૧,૭૫,૦૦૦/ કોપર વાયર ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement