HomeMorbiમોરબીમાં IPL સટ્ટાબાજી પર પોલીસનો પ્રહાર : એક ઝડપાયો, સાથી ફરાર

મોરબીમાં IPL સટ્ટાબાજી પર પોલીસનો પ્રહાર : એક ઝડપાયો, સાથી ફરાર

મોરબી શહેરમાં આઈપીએલ મેચ દરમિયાન સટ્ટાબાજી કરનારાઓ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રવાપર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન એક શખ્સને મોબાઈલ અને રોકડ સાથે ઝડપવામાં આવ્યો છે, જ્યારે તેનો સાથી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના રવાપર ગામ શવ શક્તિ સોસાયટીના નાકે રોડ ઉપર આરોપી ફોન પર તાજેતરમાં ચાલી રહેલ આઈપીએલ ક્રિકેટ ટી-૨૦ માં સન રાઇઝ હૈદરાબાદ અને ચેન્નાઇ સુપર કિંગ ટીમ વચ્ચે ચાલતી મેચમાં હારજીતનો રનફેર ઉપર જુગાર રમતા આરોપી વિપુલભાઇ નરસંગભાઈ બાલાસરા (ઉ.વ.૩૦) રહે. રવાપર ગામ શીવ શક્તિ સોસાયટી મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૨૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૬૨૦૦ નાં મુદ્દામાલ ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સનુ નામ ખુલતા સ્થળ પર હાજર ન મળી આવતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular