HomeMorbiમોરબીમાં સ્પા પર કાયદાનો કડક પ્રહાર: બાયોડેટા નોંધ વગર અને CCTV નિયમનો...

મોરબીમાં સ્પા પર કાયદાનો કડક પ્રહાર: બાયોડેટા નોંધ વગર અને CCTV નિયમનો ભંગ કરનાર સંચાલક સામે ગુનો

મોરબીમાં સ્પા સંચાલનમાં બેદરકારી સામે આવી છે. એસ.ઓ.જી. ટીમની તપાસ દરમ્યાન લાલપર વિસ્તારમાં આવેલ સ્પામાં ફરજિયાત બાયોડેટા નોંધ ન કરાવવી અને CCTV નિયમોનું ઉલ્લંઘન થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાતા અન્ય સ્પા સંચાલકોમાં પણ ચિંતા ફેલાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા લાલપર ગામના આદ્યશક્તિ ચેમ્બરના ત્રીજા માળે આવેલ મિલેનિયમ સ્પામાં તપાસ દરમ્યાન સામે આવ્યું કે, સ્પામાં કામ કરતી એક વર્કરના બાયોડેટાની ફરજિયાત પોલીસ નોંધ કરવામાં આવી નહોતી. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ CCTV કેમેરા લગાવવાના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું. જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના જાહેરનામા મુજબ સ્પા પાર્લર માટેના નિયમો લાગુ હોવા છતાં આરોપીએ તેનું ઉલ્લંઘન કરી ગુન્હો કર્યો હોવાથી સ્પા સંચાલક આરોપી નિલેશભાઈ અરજણભાઈ વેગડ (ઉ.વ.૩૫) રહે. હાલ જુની પીપળી તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ -૨૨૩ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular