HomeMorbiવાંકાનેરમાં એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂ ઝડપાયો: પોલીસની કાર્યવાહી, એક શખ્સ ઝડપાયો

વાંકાનેરમાં એક્ટિવાની ડેકીમાંથી વિદેશી દારૂ ઝડપાયો: પોલીસની કાર્યવાહી, એક શખ્સ ઝડપાયો

વાંકાનેર શહેરમાં પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતી પ્રવૃત્તિ સામે પોલીસ સક્રિય બની છે. પચ્ચીસવારીયા નજીક પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક્ટિવાની ડેકીમાં છુપાવી રાખેલો વિદેશી દારૂ જપ્ત કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બીજા આરોપીની સંડોવણી પણ બહાર આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેરમાં પચ્ચીસવારીયા પાસે ટેલીફોનીક એક્ષચેન્જ પાસે ડી.ટુ. હેર નામની દુકાન પાસે આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા એક્ટીવા મોટરસાયકલ જેના રજીસ્ટર નંબર જીજે-૩૬-એચ-૬૨૯૯ વાળીની ડેકીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૩ કિંમત રૂપિયા ૩૯૦૦ તથા એક્ટીવા કિંમત રૂપિયા ૩૦,૦૦૦ ગણી કુલ કિંમત રૂપિયા ૩૩,૯૦૦ ના મુદામાલ સાથે આરોપી સમીર શાંતિલાલ બજાણીયા (ઉ.વ.૩૫) રહે. કુંભારપરા શેરી નંબર -૦૨ વાંકાનેરવાળા ને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ મેહુલ ઉર્ફે બોબી વિરેન ચંદ્ર મારું રહે‌. વાંકાનેરવાળાનુ નામ ખુલતા બંને ઈસમો વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular