HomeMorbiમોરબીના ઘુંટુ ગામે નજીવી બોલાચાલી બની જીવલેણ હુમલો: યુવકને લોખંડના પાઈપથી માર...
મોરબીના ઘુંટુ ગામે નજીવી બોલાચાલી બની જીવલેણ હુમલો: યુવકને લોખંડના પાઈપથી માર મારાયો
મોરબી તાલુકાના ઘુંટુ ગામમાં એક સામાન્ય પરિવારિક વાતચીત અચાનક હિંસક બની ગઈ હતી, જ્યાં ખોટી સમજૂતીને કારણે પડોશી બે શખ્સોએ યુવક પર લોખંડના પાઈપ અને લાકડાના ધોકાથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી છે અને પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના ઘૂંટુ ગામે આંબેડકરનગરમાં રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ દેવજીભાઈ વોરા (ઉ.વ.૩૪) એ આરોપી સચીનભાઈ દિનેશભાઈ બારોટ તથા કિશનભાઈ કમલેશભાઈ બારોટ રહે બંને ઘુંટુ ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ પોતના ઘર પાસે હાજર હતા તે દરમ્યાન ફરીયાદિના પિતા ફરીયાદિને કામ બાબતે ઠપકો આપતા હોય તે દરમ્યાન આરોપી સચિન આવી કહેવા લાગેલ કે મને કેમ ગાળો આપો છો તેમ કહી એકદમ ઉશકેરાઈ જઈ ફરીયાદિને ગાળો આપી તેના હાથમાં રહેલ લાકડાનો ધોકો ફરીયાદિના ખંભાના ભાગે તથા વાસાના ભાગે મારી કાનના ભાગે મુઢ ઈજા પહોંચાડેલ તેમજ આરોપી કિશનભાઇએ ફરીયાદિ પાસે આવી તેના હાથમાં રહેલ લોંખડનો પાઈપ ફરીયાદિને માથાના ભાગે એક ઘા મારી માથામાં ફેક્ચર (હેમરેજ) જેવી ઈજા પહોંચાડેલ હોય જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.