Tuesday, April 21, 2026
HomeMorbiવાઘપરા વોર્ડ 13માં ભાજપનો ભવ્ય શક્તિ પ્રદર્શન: આજે ચૂંટણી કાર્યાલય ઉદ્ઘાટન સાથે...

વાઘપરા વોર્ડ 13માં ભાજપનો ભવ્ય શક્તિ પ્રદર્શન: આજે ચૂંટણી કાર્યાલય ઉદ્ઘાટન સાથે જંગી જાહેર સભા

Advertisement
Advertisement

મોરબી મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી 26 એપ્રિલે યોજાનાર મતદાનને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોએ પ્રચારમાં સંપૂર્ણ તાકાત ઝોકી દીધી છે. આ જ ક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબીના વોર્ડ નંબર 13ના વાઘપરા વિસ્તારમાં આજે મંગળવારે સાંજે 8:00 વાગ્યે ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન અને જાહેર સભાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ભાજપના ઉમેદવારો ભાવિકકુમાર ભરતભાઈ જારીયા, રાજેશભાઈ કાનજીભાઈ ડાભી, જસવંતીબેન પ્રવીણભાઈ સોનાગ્રા અને ગીતાબેન મનોજભાઈ સોલંકી પોતાની જીત માટે મતદારોને સીધી અપીલ કરશે. કાર્યક્રમમાં ખાસ આકર્ષણ તરીકે જાણીતા હાસ્ય કલાકાર ધનસુખ ભંડેરી (વિજુડી) અને રાજેન્દ્ર પંચાલ હાજરી આપશે, જે પોતાના હાસ્યથી માહોલને રમૂજી બનાવતા મતદારોને ભાજપના સમર્થનમાં જોડાવા પ્રેરણા આપશે.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં મોહનભાઈ કુંડારીયા, જયંતીભાઈ રાજકોટીયા, ગજેન્દ્રભાઈ સકસેના, કાંતિભાઈ અમૃતિયા, કેશરીદેવસિંહજી ઝાલા, વિનોદભાઈ ચાવડા સહિત પ્રદેશ અને જિલ્લા કક્ષાના અગ્રણીઓ ઉપસ્થિત રહી શક્તિ પ્રદર્શન કરશે. સાથે જ સ્થાનિક સ્તરે અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપશે.

ભાજપ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે અને વાઘપરા વિસ્તારમાં રાજકીય ઉર્જાનો માહોલ સર્જાયો છે. પાર્ટીએ તમામ કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય બનાવવા અપીલ કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular