Wednesday, April 22, 2026
HomeMorbi"હળવદમાં જમીન દલાલીનો વિવાદ ઉગ્ર! 5 લાખની માંગ સાથે યુવકને જાનથી મારી...

“હળવદમાં જમીન દલાલીનો વિવાદ ઉગ્ર! 5 લાખની માંગ સાથે યુવકને જાનથી મારી નાખવાની ધમકી”

Advertisement
Advertisement

હળવદ શહેરમાં જમીનના વ્યવહારમાં જૂના હિસાબને લઈને બે ભાગીદારો વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો છે. વધારાના 5 લાખ રૂપિયાની માંગણી નકારી દેતાં એક શખ્સે સર્વિસ સ્ટેશન ચલાવતા યુવકને ફોન પર ગાળો આપી હાથ-પગ તોડી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આવેલ વાણીયાવાડમા રહેતા અને સર્વિસ સ્ટેશનનો ધંધો કરતા ચિંતનભાઈ જીતેન્દ્ર કુમાર રાવલ (ઉ.વ.૨૭) એ આરોપી ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી રહે. આસોપાલવ સોસાયટી હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથે જમીનમા ટકાવારી મુજબ પાર્ટનરમાં હોય અને જમીનનો દસ્તાવેજ કરી આપેલ હોય અને જે જમીનમાં દલાલી પણ બન્ને ને મળી ગયેલ અને જે જમીનની લે-વેચ કરેલ તેમા ફરીયાદી પાસે આરોપી એ રૂ. ૫,૦૦, ૦૦૦/- વધારાના માગતા ફરીયાદીએ પાંચ લાખ આપવાની ના પાડતા આરોપીએ ફરીયાદીને ફોનમા જેમફાવે તેમ ગાળો આપી ફોનમાં બોલાચાલી કરી જગડો કરતા ફરીયાદીએ ફોન કાપી નાખતા આરોપીએ સાથીના ફોનમા ફોન કરી ફરીયાદીના હાથપગ ભાંગી નાખવા છે તેમ કહી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular