HomeMorbi"RTO ચલણના નામે APK ટ્રેપ! એક ક્લિકમાં ખેડૂત પરિવારના ખાતામાંથી 3 લાખ...
“RTO ચલણના નામે APK ટ્રેપ! એક ક્લિકમાં ખેડૂત પરિવારના ખાતામાંથી 3 લાખ ગાયબ”
Advertisement
Advertisement
મોરબી જિલ્લામાં સાયબર ઠગાઈનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં RTO ચલણની લિંકના બહાને મોકલાયેલી APK ફાઈલ ડાઉનલોડ કરતા જ ખેડૂત પરિવારના બેંક ખાતામાંથી લાખો રૂપિયા સાફ થઈ ગયા. એક સામાન્ય ક્લિક કેવી રીતે મોટી નુકસાનીમાં ફેરવાઈ શકે તેનો આ જીવંત ઉદાહરણ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના હડમતીયા ગામના વતની અને હાલ મોરબીના પંચાસર રોડ પર આવેલ સત્યમ હોલની બાજુમાં રહેતા લાલજીભાઈ બાલુભાઈ સિણોજીયા (ઉ.વ.૫૦) એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદિના મોબાઈલમાં આર.ટી.ઓ. ચલણની એપીકે ફાઈલ મોકલી ફરીયાદીનો મોબાઇલ હેક કરી ફરીયાદીના AU બેંકના એકાઉન્ટમાંથી રૂ.૨૯,૫૦૦૦/- તથા ફરીયાદીના પત્નીના AU બેકના એકાઉન્ટમાંથી રૂ.૫૦૦૦/- ફરિયાદીની જાણ બહાર એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં કુલ રૂ.૩,૦૦,૦૦૦/- ટ્રાન્સફર કરી કરાવી મેળવી લઈ ફરીયાદિ સાથે ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement