HomeMorbiમોરબીમાં દારૂબંધી વચ્ચે મોટો પર્દાફાશ: CNG રિક્ષામાંથી 576 બોટલ વિદેશી દારૂ સાથે...
મોરબીમાં દારૂબંધી વચ્ચે મોટો પર્દાફાશ: CNG રિક્ષામાંથી 576 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
મોરબીમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસને મોટી સફળતા મળી છે. સિટી એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે સાયન્ટિફિક રોડ પર કાર્યવાહી કરી CNG રિક્ષામાં છુપાવીને લાવવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો, જેમાં એક ઈસમ ઝડપાયો છે અને અન્ય આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, કાલિકા પ્લોટ તરફથી એક સીએનજી રિક્ષા વિદેશી દારૂ ભરીને આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે સાયન્ટિફિક રોડ પર વોચ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ રિક્ષા રજીસ્ટર નંબર: GJ-36-W-0987 ને અટકાવી તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ -576 કિંમત રૂપિયા 1,28,160 તથા સિ.એન.જી રીક્ષા મળિ કુલ કિંમત રૂપિયા 1,78,160 ના મુદામાલ સાથે આરોપી મંજૂરહુસેન ઇસ્માઇલભાઇ જીંદાણી રહે. સિપાઈ વાસ, મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ રોહિત જીવણદાસ દુધરેજીયા રહે. કાલિકા પ્લોટ મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી બંને શખ્સો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.