HomeMorbiમોરબીમાં ખુલ્લેઆમ નોટ નંબરીનો જુગાર ત્રણ શખ્સો ઝડપાયા

મોરબીમાં ખુલ્લેઆમ નોટ નંબરીનો જુગાર ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી શહેરમાં જાહેરમાં ચાલતા જુગાર પર પોલીસએ કડક કાર્યવાહી કરી છે. નવા બસ સ્ટેન્ડ સામે રિક્ષાઓની પાછળ ઉભા રહી ચલણી નોટના નંબર પર હાર-જીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને એ-ડિવિઝન પોલીસે રંગેહાથ ઝડપી પાડી રોકડ રકમ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે નવા બસ સ્ટેન્ડ સામે કેટલાક શખ્સો એકઠા થઈને ચલણી નોટના નંબર પર પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરતા ત્રણ ઈસમો જાહેરમાં નોટોની થપ્પીઓ સાથે જુગાર રમતા મળી આવતા આરોપી ભુપેન્દ્રભાઈ ગોપાલદાસ બુદ્ધદેવ રહે. કાયાજી પ્લોટ, મોરબી, પદુભા મનહરસિંહ જાડેજા રહે. સહયોગ સોસાયટી, રવાપર રોડ- રોકડ, જિતેન્દ્ર ગોપાલદાસ બુદ્ધદેવ (રહે. કાયાજી પ્લોટ, મોરબીવાળાને રોકડ રૂપિયા કુલ 10,500 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular