HomeMorbiમોરબીમાં બુલેટ માટે બખેડો: યુવાનના ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો

મોરબીમાં બુલેટ માટે બખેડો: યુવાનના ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો

મોરબીના કંડલા બાયપાસ નજીક મનુપાર્ક સોસાયટીમાં નાની બાબત મોટો વિવાદ બની હિંસામાં ફેરવાઈ છે. મૃતક ભાઈની બુલેટ મોટરસાયકલ પરત માંગતા યુવાન પર ત્રણ શખ્સોએ ઘરમાં ઘૂસી લાકડાના બેટ અને લોખંડના સળિયા વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ રોડ પર મનુપાર્કમા રહેતા નિલેશભાઈ પુનાભાઈ વાળા (ઉ.વ.૪૦) એ આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણ મુંધવા તથા બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી સાગર ઉર્ફે ચોટીએ ફરીયાદિના મરણ ગયેલ ભાઇ અજયભાઈ નું બુલેટ મોટર સાયકલ રજી.નં.GJ-36-AQ-7077 વાળુ બારોબાર લઈ ગયેલ હોય જે બુલેટ ફરીયાદી આરોપી સાગર ઉર્ફે ચોટી પાસે અવાર નવાર પરત માંગતા હોય જેનો ખાર રાખી આરોપી સાગર ઉર્ફે ચોટી અજાણ્યા બે ઇસમ સાથે કાળા કલરનો સ્કોર્પીયો લઈને ફરીયાદીના ઘરમાં પુસી ફરીયાદીથી સાથે બોલાચાલી ઝગડો કરી આરોપીએ ફરીયાદિને લાકડાના બેટ વડે મારી ઇજા કરેલ તેમજ સાથે આવેલ અજાણ્યા એક ઈસમે ફરીયાદિને પકડી રાખી બીજા અજાણ્યા ઇસમે ફરીયાદિને લોખંડના સળિયા વડે માર મારી ઇજા કરી ફરીયાદીને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular