HomeMorbiલોકશાહીના પર્વને વધાવતા વરરાજા; વાંકાનેરના સાહિલ અગોલાએ લગ્ન પૂર્વે કર્યું મતદાન
લોકશાહીના પર્વને વધાવતા વરરાજા; વાંકાનેરના સાહિલ અગોલાએ લગ્ન પૂર્વે કર્યું મતદાન
Advertisement
Advertisement
“પહેલા મતદાન, પછી ફેરા” – આ સૂત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે વાંકાનેરના જાગૃત યુવાન સાહિલ જગદીશભાઈ અગોલાએ.
વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર-૧ માં વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. પવિત્ર બંધનમાં બંધાતા પહેલા વરરાજાના વેશમાં સજ્જ સાહિલભાઈએ મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાંસારિક જવાબદારીના મંગલ પ્રારંભ પૂર્વે નાગરિક ધર્મ નિભાવી તેમણે સમાજને પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો છે.
લોકશાહીના આ મહાપર્વમાં જ્યારે લગ્નની શરણાઈઓ ગૂંજી રહી છે, ત્યારે સાહિલભાઈની આ અતૂટ નિષ્ઠા દર્શાવે છે કે મતદાન એ આપણા મહત્વના અધિકારની સાથે દેશના ભવિષ્ય માટેની નાગરિકની નૈતિક ફરજ છે.
Advertisement
Advertisement