HomeMorbiલિફ્ટના બહાને લૂંટનો પર્દાફાશ: મોરબી પોલીસે આરોપીને છરી, બાઈક અને રોકડ સાથે...

લિફ્ટના બહાને લૂંટનો પર્દાફાશ: મોરબી પોલીસે આરોપીને છરી, બાઈક અને રોકડ સાથે ઝડપી પાડ્યો

મોરબી શહેરમાં લિફ્ટ માંગવાના બહાને લૂંટ ચલાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. ભુરારામ નરશીરામ ચૌઘરી (રહે. યમુનાનગર-૨, ન્યુ શ્રદ્ધાપાર્ક, નવલખી રોડ, મોરબી; મૂળ રાજસ્થાન) પાસેથી આરોપીઓએ લિફ્ટ માંગી તેમને અંધારી ગલીમાં લઈ જઈ છરી બતાવી હોન્ડા સાઇન બાઈક તથા રૂ. 15,000 ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે કુલદિપસિંહ ઉર્ફે કાલી ધવલસિંહ ખીચી (ઉ.વ. 26, રહે. રણછોડનગર, મોરબી) ને ઝડપી પાડી તેની પાસેથી લૂંટમાં ગયેલ બાઈક, રૂ. 10,000 રોકડ અને બનાવમાં વપરાયેલી છરી કબજે કરી છે. પોલીસ હવે અન્ય આરોપી દેવાસિંહ ભરતસિંહ સરદારજીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી રહી છે.

RELATED ARTICLES

Most Popular