HomeMorbiમોરબી-વાંકાનેર હાઈવે પર બેફામ કારનો કહેર: યુવતીને ટક્કર મારી ફરાર ચાલક સામે...
મોરબી-વાંકાનેર હાઈવે પર બેફામ કારનો કહેર: યુવતીને ટક્કર મારી ફરાર ચાલક સામે ગુનો
Advertisement
Advertisement
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર નજીક બેદરકારીથી દોડતી કારના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે. હાઈવે ક્રોસ કરી રહેલી યુવતીને ઝડપી કારએ જોરદાર ટક્કર મારતા માથા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, જેના પગલે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ માળિયા મીયાણા તાલુકાના કુંભારીયા ગામના વતની અને હાલ મોરબીના લાલપર ગામની સીમમાં સોનેટ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મુકેશભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.વ.૪૫) એ આરોપી કાર ચાલક દેવાભાઈ હરેશભાઇ કાગડા રહે. વાંકાનેર દરબાર ગઢ રોડ રામચોક ફુલવાળી શેરી તા. વાંકાનેરવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિની દીકરી માનસી સોનેટ સિરામીક કારખાનાનેથી ઇડન સીરામીક સીટી કોમ્પલેક્ષ ખાતે આવેલ યુરોકો ઇન્ટરનેશનલ ખાતે કામ કરવા જતી હતી તે વખતે વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર લાલપર ગામ બાપા સીતારામ મઢુલી સામે રોડ ક્રોસ કરતી વખતે બ્લેનો કાર GJ-36-AJ-5332 ના ચાલકે દેવભાઇ હરેશભાઇ કાગડા એ પોતાની બ્લેનો કાર વાંકાનેર થી મોરબી તરફ પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી માનસીબેનને ઠોકર મારી માથાના ભાગે ક્રેક ત્થા કમરના ભાગે ફેકચર તેમજ શરીરે છોલછાલ જેવી ઇજાઓ કરી હોવાથી કાર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement