HomeMorbiવીશીપરામાં પોલીસનો દરોડો: જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ જુગારીઓ પકડાયાં

વીશીપરામાં પોલીસનો દરોડો: જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ જુગારીઓ પકડાયાં

મોરબી શહેરમાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ સક્રિય બનતી જોવા મળી રહી છે. વીશીપરા વિસ્તારમાં જાહેરમાં રોડ પર તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે દરોડો પાડી ઝડપી પાડ્યા છે, અને રોકડ મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે વીશીપરા વિસ્તારમાં આવેલી રમેશ કોટન મીલની ચાલી પાસે જાહેરમાં રોડ ઉપર કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બાતમીવાળી જગ્યાએ વીશીપરા રમેશ કોટન મીલની ચાલીમા રોડ પર તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો ભીખાભાઇ હાસમભાઇ સુમરા (ઉ.વ.૪૨) રહે વીશીપરા રમેશ કોટન મીલની ચાલી મોરબી, ઇસ્માઇલભાઇ કાસમભાઇ સુમરા (ઉ.વ.૬૩) રહે વીશીપરા મદીના સો.સા. નુરી પાનની બાજુમાં મોરબી, આમદભાઇ કાસમભાઇ સુમરા (ઉ.વ.૪૪) રહે. વીશીપરા વિજયનગર મસ્જીદ પાછળ મોરબી મુળ રહે વનાળીયા, ફીરોજભાઇ તૈયબભાઇ સુમરા (ઉ.વ. ૪૦) રહે.વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરી નં.૦૩ મોરબી, રાજેશભાઇ ચતુરભાઇ રાઠોડ (ઉ.વ.૫૧) રહે જાઇન્સનગર બીલાલી મસ્જીદ પાછળ વીશીપરા મોરબીવાળાને રોકડ રૂપિયા ૭૨૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular