HomeMorbiવાંકાનેરમાં નાના મુદ્દે મોટો વિવાદ: મહિલા સહિત બે પર છ શખ્સોનો હુમલો
વાંકાનેરમાં નાના મુદ્દે મોટો વિવાદ: મહિલા સહિત બે પર છ શખ્સોનો હુમલો
Advertisement
Advertisement
વાંકાનેરના જેતપરા રોડ પર આવેલી લેબર કોલોનીમાં નજીવી બાબતે વિવાદ ઉગ્ર બની જતા મહિલા સહિત બે વ્યક્તિ પર છ શખ્સોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. બાળકોને રૂમ સામે ગંદકી ન કરવા કહેતા પડોશીઓ ઉશ્કેરાયા અને ગાળો આપી મારામારી કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના જેતપરા રોડ પર આવેલી સ્નોબ સેનેટરી વેર કારખાનાની લેબર ઓરડીમાં રહેતા અને મજુરી કામ કરતા જોશનાબેન ભીખાભાઈ ચાવડાએ આરોપી મનીષાબેન રાહુલભાઈ, રાહુલભાઈ, રોહીતભાઈ કોળી, ગોપાલભાઈ કોળી, સાગરભાઈ કોળી, દીનેશભાઈ કોળી રહે બધા વાંકાનેરના જેતપરા રોડ પર આવેલી સ્નોબ સેનેટરી વેર કારખાનાની લેબર ઓરડીમા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી મનીષબેન તથા રાહુલભાઈને તેના બાળકો રૂમની સામે સંડાસ બાથરૂમ નહી કરવાનું કહેતા જે વાત આરોપીઓને સારૂ નહી લાગતા ફરીયાદી તથા સાથીને ભુડા બોલી ગાળો આપી ફરીયાદી તથા સાથી સાથે ઝપાઝપી કરી શરીરે મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Advertisement