HomeMorbiમોરબીમાં બાઈક ચોરીનો વધતો ત્રાસ: વીશીપરામાથી સ્પ્લેન્ડર ગાયબ
મોરબીમાં બાઈક ચોરીનો વધતો ત્રાસ: વીશીપરામાથી સ્પ્લેન્ડર ગાયબ
મોરબી શહેરમાં વાહન ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, જેને લઇને નાગરિકોમાં ચિંતા વધી છે. વીશીપરા વિસ્તારમાં ઘરની બહાર પાર્ક કરાયેલ હીરો સ્પ્લેન્ડર બાઈક અજાણ્યા ચોર તસ્કરો દ્વારા ચોરી કરી લેવાતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા, કુલીનનગર-૧ વિસ્તારમાં રહેતા અને ઈરોસ કારખાનામાં મજૂરી કામ કરતા સમસુદ્દીનભાઈ અકબરભાઈ પઠાણએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિનુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-AQ-2780 જેની કિ.રૂ.૨૦,૦૦૦/- વાળુ કોઇ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.