HomeMorbiપાણીના ઝઘડાના કારણે વાંકાનેરમાં બે પરિવારો સામસામે, પોલીસ સ્ટેશન સુધી મામલો
પાણીના ઝઘડાના કારણે વાંકાનેરમાં બે પરિવારો સામસામે, પોલીસ સ્ટેશન સુધી મામલો
વાંકાનેરના નવાપરા વિસ્તારમાં ઘરની દિવાલમાં પાણી ઉતરવાના સામાન્ય મુદ્દે શરૂ થયેલો વિવાદ અચાનક ઉગ્ર બની જતા બંને પરિવારો વચ્ચે મારામારી સર્જાઈ હતી. ઘટનાને લઈને બંને પક્ષોએ એકબીજા સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર નવાપરા જી.આઇ.ડી.સી પાસે દેવી પુજક વાસ પાસે રહેતા દિનેશભાઇ કેશુભાઈ ભોજવીયા (ઉ.વ.૨૭) એ આરોપી કંચનબેન ઝવેરભાઇ ભોજવીયા, ઝવેરભાઇ રાયસીંગ ભોજવીયા, જયંતિ રાયસીંગ ભોજવીયા, આકાશ જંયતિભાઇ ભોજવીયા રહે.નવાપરા પુલના છેડે દેવીપુજક વાસ વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ઘરમાંથી બાજુમાં રહેતા તેના કાકા ઝવેરભાઈ ના ઘરની દિવાલમાં પાણી ઉતરતું હોય જે બાબતે આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ ફરીયાદિ તથા જ્યોતીબેનને માર મારી ગાળો આપી લાકડાના ધોકા વડે ઇજા પહોંચાડી આરોપીઓએ સાથી રાજેશને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામાપક્ષે વાંકાનેર શહેરમાં આવેલ નવાપરા જી.આઇ.ડી.સી. પાસે દેવી પુજક વાસ નજીક રહેતા ઝવેરભાઈ રાયસીંગભાઈ ભોજવીયા (ઉ.વ.૪૫) એ આરોપી જયોતિબેન રાજેશભાઇ ભોજવીયા, દિનેશ કેશુભાઇ ભોજવીયા, કેશુભાઇ રાયસીંગભાઇ ભોજવીયા, રાજેશ કેશુભાઇ ભોજવીયા, રોહિત કેશુભાઇ ભોજવીયા રહે.નવાપરા પુલના છેડે દેવીપુજક વાસ વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીની બાજુમાં રહેતા તેના ભાઇ કેશુભાઇના ઘરમાંથી તેના ઘરની દિવાલમાં પાણી આવતુ હોય જેથી ફરિયાદી પાણી નો આવે તે માટે ચાંદી નાખવાનુ કહેવા જતા આરોપીઓ સારૂ નહી લાગતા આરોપીઓએ ફરિયાદિને જેમ ફાવે તેમ ગાળો આપી તથા આરોપીઓએ ભેગા મળી છુટા ઇંન્ટોના કટકાનો ઘા મારી ફરિયાદિ તથા સાથી મેહુલ મુંઢ ઇજા કરી તથા સાથી પુજાબેન ઝવેરને ઇંટનો છુટો ઘા મારતા હાથમાં કોણીના ભાગે ઇજા પંહોચાડી વ્યથા કરી તથા સાથી સંજયને આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
બંને પરિવારો દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.