HomeMorbiટંકારા પોલીસે દારૂના ધંધા પર કસી કમર: હરીઓમ સોસાયટીમાંથી વિદેશી દારૂનો જથ્થો...

ટંકારા પોલીસે દારૂના ધંધા પર કસી કમર: હરીઓમ સોસાયટીમાંથી વિદેશી દારૂનો જથ્થો સાથે એક પકડાયો

ટંકારા શહેરમાં પોલીસ દ્વારા દારૂબંધીના કાયદાનો કડક અમલ કરતા વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હરીઓમ સોસાયટીના રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે, જ્યારે બીજા એક શખ્સનું નામ પણ સામે આવતા તપાસનો વ્યાપ વધ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે, ટંકારાની હરીઓમ સોસાયટીમાં રહેતો નરેન્દ્રભાઈ મગનભાઈ ભાડજા પોતાના મકાનમાં બહારથી દારૂનો જથ્થો મંગાવી તેનું વેચાણ કરી રહ્યો છે. જેથી મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના ચાપલા નંગ -૩૮૪ કિંમત રૂપિયા ૫૭૬૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦ મળિ કુલ કિંમત રૂપિયા ૬૨૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી નરેન્દ્રભાઈ મગનભાઈ ભાડજાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ સમીરભાઈ રસુલભાઈ પીલુડીયા રહે. પીઠડ ગામ તા. જોડીયા જી. જામનગરવાળાનુ નામ ખુલતા બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular